價格:免費
更新日期:2018-12-27
檔案大小:6.2M
目前版本:1.1
版本需求:Android 4.1 以上版本
官方網站:https://www.sklpsbhuj.com
Email:info@sklpsbhuj.com
聯絡地址:Sardar Patel Vidhya Sankul, Mundra Road Bhuj,Kutch
તા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો.
તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. ત્યારથી આજ'દિ સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો - 1 થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમુહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજ પ્રેમે તન મન ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.
ધ્યેય અને ઉદ્દેશ
જ્ઞાતિમાં ભાતૃભાવ અને સંગઠન વધારવું.
નિરક્ષતા દૂર કરી કેળવણી, અંગે પ્રવૃત્તિ હાથ ધરવી.
અણધાર્યા આકસ્મિક પ્રસંગોમાં જ્ઞાતિજનને મદદ કરવી.
અપંગ, નિરાધાર પીડિત જ્ઞાતિજનને મદદ કરવી.
જ્ઞાતિમાં ધર્મ મર્યાદા જાળવી રાખવી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ યોજવી.
જ્ઞાતિજનોની આર્થિક, સામાજીક અને સાંવેગિક સ્થિતિ સુધારે અને આત્મનિર્ભર જીવન જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.
જળસંચય, કૃષિ ઉત્થાન, પર્યાવરણ જાળવણી, આરોગ્ય - શિક્ષણ માટે કાર્ય કરવા.
જ્ઞાતિજનો આત્મ સન્માન સાથે રાષ્ટ્રના મુખ્યપ્રવાહમાં ગૌરવભેર જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.