速報APP / 娛樂 / kamsutra

kamsutra

價格:免費

更新日期:2018-03-30

檔案大小:2.9M

目前版本:3.0

版本需求:Android 3.0 以上版本

官方網站:mailto:krishna02parmar@gmail.com

kamsutra(圖1)-速報App

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું?

જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.

ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી -આ ચાર આશ્રમો છે. એમના બધા મોક્ષ ઇચ્છતા નથી તેથી જ ધર્મ, અર્થ અને કામ જ પરમ પુરુષાર્થ છે.

સંસારના સર્વોત્તમ પદાર્થોમાં આ ત્રણની ગણના કરવામાં આવે છે. જે માનવી આ ત્રણ નું યથાર્થ પાલન કરે છે તે સંસારયાત્રા માં વિજયી નીવડે છે. આ વ્યક્તિ જ આલોક તેમજ પરલોક માં સુખી થાય છે.

શ્રી વાત્સ્યાયન મહર્ષિ કહે છે કે, આ ગ્રંથની રચનામાં એ દરેક આચાર્યોના ગ્રંથોનો આધાર લેવાયેલો છે જેમણે ધર્મ, અર્થ અને કામ શાસ્ત્રની રચના કરી છે. એટલે જ અહીં જે નમસ્કાર કહેવામાં આવ્યા છે એ તેમના પ્રતિ કૃતજ્ઞતા, ધન્યવાદ અને આદરભાવ પ્રદર્શિત કરવા માટે જ છે.

kamsutra(圖2)-速報App

પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરી તેના જીવનને ક્રમપૂર્વક ચલાવવા માટે તથા તેમના ધર્મ, અર્થ અને કામની સિદ્ધિને માટે સૌ પ્રથમ એક અધ્યાયમાં કામસૂત્રની રચના કરી.

આ શાસ્ત્રના ધર્મ વિષયક અંગને બ્રહ્માના પુત્ર મનુએ અલગ કરી લીધું અને તેની નવી જુદી રચના કરી. આ રચનાને માનવધર્મશાસ્ત્ર કહે છે. આ માનવધર્મશાસ્ત્ર તે જ મનુસ્મૃતિ.

બૃહસ્પતિએ અર્થશાસ્ત્ર બનાવ્યું.

મહાદેવના અનુચર નંદીએ એક હજાર અધ્યાયમાં કામસૂત્રને પૃથક કર્યું.

નંદીએ રચેલા આ કામસૂત્રને ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ પાંચસો અધ્યાયમાં સંક્ષિપ્ત કરી એક અલગ જ કામસૂત્ર લખ્યું.

kamsutra(圖3)-速報App

છેવટે, પંચાલ દેશવાસી બભ્રુના પુત્ર બાભ્રવ્ય એ શ્વેતકેતુના સક્ષિપ્ત શાસ્ત્રને દોઢસો અધ્યાયમાં રચી-

૧. સાધારણ

૨. સામ્પ્રયોગિક

૩. કન્યાસમ્પ્ર્યુક્તક

૪. પારદારિક

kamsutra(圖4)-速報App

૫. ભાર્યાધિકારિક

૬. વૈશિક

૭. ઔપનિષદિક

આ સાત અધિકરણોમાં વિભક્ત કરી સંક્ષિપ્ત કર્યું.

આ પ્રકારે જોતા આ શાસ્ત્રમાં કુલ

kamsutra(圖5)-速報App

૩૬ અધ્યાય

૬૪ પ્રકરણ

૭ અધિકરણ અને

૧૨૫૦ શ્લોક છે.

kamsutra(圖6)-速報App